<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ

અવારનવાર યુવાનને રૂબરૂમાં તથા ફોન ઉપર વ્યાજ અને મુદ્દલની રકમ ભરવા માટે થઈને ધાક ધમકી આપતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને વર્ષ 2022 અને 23 માં રૂપિયાની જરૂર હોવાથી તેણે 65000 રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે બે વ્યક્તિઓ પાસેથી લીધેલા હતા. જેની સામે તેણે 50 હજાર રૂપિયા જેટલું વ્યાજ આપી દીધું હતું તેમ છતાં પણ અવારનવાર યુવાનને રૂબરૂમાં તથા ફોન ઉપર વ્યાજ અને મુદ્દલની રકમ ભરવા માટે થઈને ધાક ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (46)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ રહે. બંને સોઓરડી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ વર્ષ 2022 ના ફેબ્રુઆરી મહિનામાં તથા વર્ષ 2023 ના માર્ચ મહિનામાં જુદાજુદા સમયે કુલ મળીને 65,000 રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે આરોપીઓ પાસેથી લીધેલા હતા જેની સામે તેઓએ 50,000 રૂપિયા વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આરોપીઓએ ફરિયાદીને અવારનવાર રૂબરૂમાં તથા ફોન ઉપર વ્યાજ અને મુદ્દલ રકમ ભરવા માટે થઈને ફરિયાદી મોરબીના નટરાજ ફાટક પાસે હતા ત્યારે ધાક ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

(1:11 AM IST)