<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

કચ્છના માતાના મઢમાં કાલે રાત્રે ઘટસ્થાપન: ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ

નવરાત્રીમાં મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના સાથે દરરોજ રાસ ગરબા દ્વારા માતાજીની ભક્તિ, ૨૫/૩ ના સાતમના દિવસે રાત્રે ૮/૧૫ વાગ્યે ગાદીપૂજન હોમહવન વિધિ સાથે રાત્રે ૧૨/૧૫ વાગ્યે હવનમાં બીડું હોમાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  પ્રસિદ્ધ તીર્થધામ માતાના મઢ મા આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. અહીં મોટી સંખ્યામાં માઈ ભક્તો મા આશાપુરા માતાજીના દર્શને ઉમટે છે. 

         દરમ્યાન ચૈત્રી નવરાત્રીના ધાર્મિક કાર્યક્રમો આ પ્રમાણે રહેશે. આવતીકાલ ૧૮/૩ ના બુધવારે રાત્રે ૯ વાગ્યે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે યોજાશે એ સાથે જ ૧૯/૩ ગુરુવારથી ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાનો પ્રારંભ થઈ જશે. 

       ]નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરાશે. દરરોજ રાત્રે રાસ ગરબા સાથે માતાજીની ભક્તિ કરાશે. ૨૫/૩ ચૈત્ર સુદ સાતમના રાત્રે ૮/૧૫ વાગ્યે ગાદી પૂજન બાદ ૮/૩૦ થી હવનવિધિ નો પ્રારંભ કરાશે અને મધરાત્રે ૧૨/૧૫ વાગ્યે હવનમાં બીડું હોમવામાં આવશે.

               ચૈત્રી નવરાત્રી દરમ્યાન માઈ ભક્તો માટે દર્શન, પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

(9:32 AM IST)