News of Tuesday, 17th March 2026
ગોંડલ શ્રીરામજી મંદીરે કાલથી શ્રી રામ નવમી મહોત્સવનો પ્રારંભ
પૂ. હરીચરણદાસજી મહારાજના આશીર્વાદથી પૂ. જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજન

રાજકોટ, તા., ૧૭: ગોંડલના શ્રી રામજી મંદીરે બ્રહ્મલીન પૂ. હરીચરણદાસજી મહારાજના આશીર્વાદથી પૂ.જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં કાલે તા.૧૮ ને બુધવારથી શ્રી રામ નવમી ઉત્સવનો પ્રારંભ થશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
સર્વાન્તરઆત્મા સર્વ વ્યાપક સચ્ચિદાનંદ જાનકીવલ્લભ રઘુકુલનાયક મર્યાદા પુરૂષોતમ સર્વેશ્વર ભગવાન શ્રી સીતારામ તથા કરૂણાવતાર પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ અનંત શ્રી વિભુષીત સદગુરૂ દેવ સ્વામી શ્રી રણછોડદાસ મહારાજશ્રી તથા પ્રાતઃ સ્મરણીય ભગવત સ્વરૂપ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરૂદેવ સ્વામી શ્રી હરીચરણદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદથી પરમ પૂજય મહંત શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં પ્રતિ વર્ષ મુજબ શ્રી રામ નવમી મહોત્સવ નિમિતે શ્રી રામચરિત માનસ સમુહ પાઠ તથા લઘુરામ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામચરીત માનસના સમુહપાઠ પ્રખર રામાયણી પુ.શ્રી શ્યામસુંદરજી મહારાજ સંગીતમય પાઠ કરાવશે. આ પ્રસંગે આપ સૌ ભકતો તથા શિષ્ય પરીવારને જ્ઞાન, વૈરાગ્ય, ભકિત અને સેવાયજ્ઞનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે. તા. ૧૮-૩-ર૦ર૬ બુધવાર અમાસથી તા. ર૬-૩-ર૦ર૬ ગુરૂવાર ચૈત્ર સુદ ૯ સુધી રામનવમી મહોતસવ યોજાશે.
પરમ પુજય મહંતશ્રી જયારામદાસજી મહારાજની આજ્ઞા અનુસાર પ્રતિ વર્ષ મુજબ શ્રીરામ ચરીત માનસજીના સમુહ પાઠનું આયોજન શ્રી હરીધામ આશ્રમ, ગોરા શ્રી દાસ હનુમાનજી મંદીર, ઇન્દોર શ્રી અભયદાતા હનુમાનજી મંદીર અયોધ્યા ખાતે રાખવામાં આવેલ છે.
શ્રીરામ નવમી ઉત્સવના ધાર્મિક કાર્યક્રમો તા. ૧૮ ને બુધવારે કળશ સ્થાપના તથા અષ્ટોતર સત શ્રી રામચરિત માનસજીના સમૂહપાઠનો પ્રારંભ તા. ૧૯ ને પાઠ પ્રસંગે શ્રી રામ જન્મ મહોત્સ્વ તા. ર૦ ને શુક્રવાર પાઠ પ્રસંગે શ્રીરામ વિવાહ, તા. ર૪ ને મંગવારે પરમ પૂજય ગુરૂદેવ સ્વામી શ્રી હરિચરણદાસજી મહારાજની ૧૦૪ મી જન્મ જયંતિ ઉજવાશે.
તા. ર૬ ને શ્રીરામ જન્મ ઉત્સવ બપોરે ૧ર કલાકે લઘુરામ યજ્ઞનું બીડું હોમવાનો સમય સાંજે ૪ કલાકે, લઘુરામ યજ્ઞનું બીડું હોમવાનો સમય સાંજે ૪ કલાકે, લઘુરામ યજ્ઞના રાજમાન શ્રી ડો. દિવ્યેશ જયસુખભાઇ પોપટ અમરેલી પાઠ પ્રસંગે શ્રીરામ રાજયાભિષેક થશે.
તા. ૩૧ ને મંગળવારે પરમ પૂજય સદ્્ગુરૂદેવ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજની પુણ્યતિથી બપોરે ૧ર કલાકે સમષ્ટિ ભંડારો તા. ર ને ગુરૂવારે શ્રી હનુમાન જયંતી બપોરે ૧ર કલાકે સમિષ્ટ ભંડારો, સંચાલક પૂજય મહંત શ્રી જયરામદાસજી મહારાજ, શ્રી રામજી મંદિર, ગોંડલ નિમંત્રક શ્રી રામજી મંદિર ટ્રસ્ટ તથા શ્રી સદ્્ગુરૂ શિષ્ય પરિવાર ઉપરોકત ધાર્મિક પ્રસંગે પ્રતિ દિવસ કથા સત્સંગ, સંકીર્તન, ભંડારા તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે દરરોજ સાંજે ૬ થી ૭ પરમ પૂજય મહંત શ્રી જયરામદાસજી મહારાજનું દિવ્ય પ્રવચન યોજાશે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
