<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પોરબંદર જિલ્લામાં બાકી બિલવાળા વીજ જોડાણો કપાશેઃ ર૮૦ ટીમો મેદાનમાં

ચડત વીજ બીલોની લાખોની રકમ ભરવામાં બાકી સરકારી કચેરીઓ પાસે વીજ તંત્ર દ્વારા વસુલાત કરાશે કે કેમ ? તેના ઉપર સૌની નજરઃ મહાનગરપાલિકા ૭ કરોડ, પોલીસ વિભાગ ૩,૭૬ લાખ, માર્ગ અને મકાન વિભાગ ૬,રર લાખ, કલેકટર કચેરી ૩,૩૪ લાખ તથા શેલ્‍ટર હોમની ૧૦,૮૦ લાખની વીજ બીલની રકમ ભરવાની બાકી છે. : પીજીવીસીએલ વીજ સર્કલ વિસ્‍તારમાં કરોડોના વીજબીલના બાકી લેણાં: ૧ હજારથી વધુ રકમના વીજ બીલો ભરવાના બાકી હોય તેવા જિલ્લામાં ર૪ હજાર ગ્રાહકોઃ ઉનાળાની કાળઝાળ ગરમી ટાણે વીજ તંત્રની કાર્યવાહી સામે રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧૭, પીજીવીસીએલ  વીજ સર્કલ વિસ્‍તારમાં વીજ બીલના કરોડોની રકમ વસુલવા મેગા ડ્રાઇવ શરૂ થઇ રહી છે. આ મેગા ડ્રાઇવમાં જે ગ્રાહકોના એક હજારથી વુધ રકમના વીજ બીલો ભરવાના બાકી હશે તેના વીજ જોડાણો કાપવામાં આવશે.  આવા વીજ જોડાણો ડીસકનેકટ કરવા માટે વીજ તંત્રની ર૮૦ ટીમો મેદાનમાં ઉતરી છે.

બાકી વીજ બીલોની રકમ વસુલવા વીજ તંત્ર વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્‍થાઓની વીજ બીલ ભરવાની લાખોની રકમ વસુલ કરવા કાર્યવાહી કરશે કે કેમ ? તે ઉપર  એક હજારથી વધુ રકમના વીજ બીલો ભરવાની બાકી હોય તેવા ર૪ હજાર ગ્રાહકો નોંધાયા છે. બાકી વીજ બીલની આશરે રપ કરોડની રકમ વીજ ગ્રાહકો પાસે લેણાં છે.

સમયાંતરે વીજ તંત્ર દ્વારા બાકી વીજ બીલો ભરવાની કડક કામગીરી  કરાય છે. વીજ ગ્રાહકો બાકી બીલની રકમ ભરે નહી તો તેના વીજ જોડાણો કાપી નાખવામાં આવે છે. આ મેગા ડ્રાઇવમાં રાજકીય વગ ધરાવનારો તેમજ માથાભારે અને વિવિધ સરકારી કચેરી પાસેથી પણ વીજ બીલની બાકી ચડત રકમ વસુલવામાં વીજ તંત્ર ભેદભાવ ન રાખે તેવી માંગણી ઉઠી છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વખતે શરૂ થયેલી આ વીજ મેગા ડ્રાઇવથી લોકોમાં રોષ વ્‍યાપી ગયો છે.

એક અંદાજ મુજબ મહાનગરપાલીકા પાસે ૭ કરોડની વીજ બીલની રકમ ભરવાની બાકી છે. પોલીસ વિભાગ પાસે ૩,૭૬ લાખ, માર્ગ મકાન વિભાગ  ૬,રર લાખ, શેલ્‍ટર હોમની ૧૦,૮૦ લાખની વીજ બીલની રકમ ભરવાની બાકી છે.

(12:10 PM IST)