News of Wednesday, 18th March 2026
ધોરાજી હોસ્પિટલમાં ઓર્થોપેડીક તબીબોની નિમણૂક અંગે રજૂઆત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૮: ધોરાજી સરકારી હોસ્પિટલ માં નિષ્ણાંત તબીબો જેવાકે એમ,એસ, સર્જન,ઈ,એન,ટી, અને રેડીયોલોજીસ્ટ અને છેલ્લા ધણા સમયથી તૈયાર થઈ ગયેલ આઈસીયુ તાત્કાલિક ચાલુ કરવું અને ઓથોપેડિક ઓપરેશન થિયેટર માટે અંદાજિત ૫૦ લાખ રૂપિયાના સાધનો લઈ આપે છે અને દાતાશ્રી એ જણાવેલ કે ૩૧ માર્ચ પહેલા ઓથોપેડિક ઓપરેશન થિયેટર ની મંજુરી મળે એટલે સાધનો અમે ડોનેશન માં આપીએ કોય દાતાશ્રી અંદાજિત ૫૦ લાખના સાધનો ધોરાજી ની સરકારી હોસ્પિટલ ને ડોનેશન માં આપવા માટે તૈયાર છે પણ મંજુરી અંગે અનેક વખત રજૂઆત કરાઈ છતાં કાંઈ ધ્યાન ન દેવાતા અંતે માનવસેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા મોટી મારડ ખાતે પધારેલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરાઈ અને આ અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ જણાવેલ હતું.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
