News of Wednesday, 18th March 2026
સરા-ધ્રાંગધ્રા રોડ ઉપરથી દારૂની ૧૦ હજાર બોટલ જપ્ત
ડમ્પરમાં રેતીની આડમા હેરાફેરીનો પર્દાફાશઃ ૮ શખ્સો સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. ડમ્પરની તલાસી લેવામાં આવતા તેમાં રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું પરંતુ રેતીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો હતો અને આ ડમ્પર માંથી વિદેશી દારૂની નાની મોટી ૧૦,૦૬૮ જેટલી બોટલો પણ મળી આવી હતી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તે બોટલો જપ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડમ્પર માંથી દારુ સ્વીફટ કારમાં ઠાલવી અને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ખુલતા કાર પણ જપ્ત કરવામાં આવી છે.
ત્યારે આ સંદર્ભે તપાસ કરવામાં આવતા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો ૧૦,૦૬૮ નંગ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત ડમ્પરની કિંમત ૧૫ લાખ સ્વીફટ કાર ની કિંમત ૦૫ લાખ મોબાઇલ ફોન નંગ ૬ જેની કિંમત રૂપિયા ૩૫ હજાર રોકડ ૫૦ હજાર મળી આવેલ છે ત્યારે આ સંદર્ભે કુલ ૬૧,૩૨,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જ્યારે હાલના તબક્કામાં જીગ્નેશગીરી ભરતગીરી ગોસ્વામી રહે આગથળા જિલ્લો વાવ થરાદ તેમજ ગણપરી કાલપરી ગોસ્વામી કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર દિનેશગીરી રૂપગિરી ગોસ્વામી કાળા કલરની સ્વીફટ ગાડી નો માલિક ટાટા કંપનીનો ડમ્પર નો માલિક દારૂનો જથ્થો મોકલનાર ભરતગિરી જીવગીરી ગોસ્વામી તેમાં દારૂનો જથ્થો મંગાવનાર બળવંતસિંહ ધીરુભાઈ ઝાલા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. (પ-૧ર)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
