News of Wednesday, 18th March 2026
ઇદ શુક્રવારે થશે કે શનિવારે? તે કાલે સાંજે નિશ્ચિત થશે
જો આજે સાંજે યુકે સહિત ખાડી દેશોમાં ખગોળીય સ્થિતિ મુજબ બીજા દિવસે આપણે ભારતમાં પણ ચંદ્ર દર્શનની સંભાવના રહે છે તો ઇદ અહીં શુક્રવારે શકય બને અન્યથા ૩૦ રોઝા પુરા થશે ઇદ શનિવારે મનાવાશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૮: રમઝાન માસ પૂર્ણ થવા સમયે જ ચંદ્રદર્શન અંગે અસમંજસ ની સ્થિતિ થતી હોય છે. આ અંગે ન્યુઝ ટવેન્ટી ફોરની ‘ચાંદ રાત કયારે ? ભારત અને સાઉદી અરેબિયામાં ઇદ કયારે મનાવાશે ? આ શિર્ષક વાળી રીપોર્ટમાં આ અંગેની પુરી વિગત સમાવી લેવાઇ છે જે મુજબ...
ઇસ્લામી કેલેન્ડર ચાંદના હિસાબથી ચાલે છે જેથી દર વર્ષે ઇદની તારીખ ચાંદ જોઇને નિヘતિ થતી હોય છે જેથી રમઝાનના આખરી દિવસોમાં લોકોમાં થોડી કન્ફયુઝન રહેતી હોય છે. રમઝાન પુરો થતાં શવ્વાલ મહિના નો પ્રારંભ થતો હોય છે. અને તેના પ્રથમ દિવસે જ ઇદ-ઉલ-ફિત્ર નો તહેવાર મનાવવામાં આવે છે. માટે ભારત સહિત દેશોમાં લોકો ‘ચાંદરાત' ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. કારણ કે આજ રાતે સાંજે ચંદ્રદર્શન થયા બાદ ઇદની ધોષણા થતી હોય છે. પ્રશ્નએ છે કે, ભારતમાં ઇદ કયારે થશે ? ઇદ માટે બે સંભાવનાઓ રહે છે. જો ૧૯ માર્ચની સાંજે (આવતી કાલે) ચાંદ દેખાશે તો ભારતમાં ર૦ માર્ચને શુક્રવારે ઇદ મનાવાશે. પરંતુ જો ગુરૂવારની સાંજે ચાંદ નહીં દેખાય તો ર૧ માર્ચ ને શનિવારે ઇદ મનાવાશે અને રમઝાનના ૩૦ રોજા પુરા થશે. આ કારણે જ મહિનો કયારેક ર૯ દિવસનો તો કયારેક ૩૦ દિવસનો હોય છે.
લોકોમાં આ પણ પ્રશ્ન ઉદભવતો હોય છે કે, યુકે સહિત સાઉદી અરબ ખાડી દેશોમાં આપણાથી એક દિવસ વહેલી કેમ ઇદ મનાવાય છે ? તો આ એક ખગોળીય-ભૌગોલિક-ટાઇમ ઝોન અને મૂનબર્થની દર માસે બનતી ઘટના છે. ખાડી દેશોમાં એક દિવસ વહેલા ચંદ્રદર્શન થાય છે જયારે એશિયન દેશોમાં બીજા દિવસે ચંદ્રદર્શન થાય છે. ખાડી દેશોમાં હાલ એવું અનુમાન કરાઇ રહયુ છે કે ખગોળીય સ્થિતિ મુજબ આજ સાંજે ચંદ્ર દેખાવાની સંભાવના વ્યકત કરાય છે. જો સાઉદી અરબમાં આજ સાંજે ચાંદ દેખાશે તો ત્યા ઇદ ગુરૂવારે મનાવાશે જો આજે સાંજે ત્યાં ચાંદ ન દેખાયતો ત્યાં ઇદ શુક્રવારે સંભવે અને ભારતમાં શનિવારે ઇદની સંભાવના રહે છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
