<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

કાલથી જુનાગઢના રૂદેશ્‍વરજાગીર ભારતી આશ્રમે પૂ. ઈન્‍દ્રભારતી બાપુના ચૈત્રી નવરાત્રી અનુષ્‍ઠાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૮: શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષશ્રી મહંત પૂ. ઈન્‍દ્રભારતી બાપુ દ્વારા જુનાગઢ ભવનાથ સ્‍થિત શ્રી રૂદેશ્‍વરજાગીર ભારતી આશ્રમ ખાતે કાલથી ચૈત્રી નવરાત્રી અનુષ્‍ઠાન કરનાર છે.

છેલ્લા ચાર દાયકાથી યુ બાપુ ભારતના વિવિધ પ્રાંતોમાં તેમના સેવકોને ત્‍યાં અનુષ્‍ઠાન કરતા આ વખતે સતત બીજા વર્ષે જુનાગઢ તેમના આશ્રમ ખાતે કાલથી માતાજીના ઘટસ્‍થાપન સાથે વૈદિક મંત્રોચ્‍ચાર નવરાત્રી અનુષ્‍ઠાનનો પ્રારંભ કરશે. દરરોજ મહાયજ્ઞ અને સાંજે માતાજીની આરતી પૂ. બાપુના સાનિધ્‍યમાં કરવામાં આવશે, ત્‍યારબાદ પૂ. બાપુ ભકતોને દર્શનનો લાભ આપશે

(1:09 PM IST)