<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

તાલાળાના પ્રેમનગર નેસમાં બનાવટી દુધ બનાવતી ફેકટરી

નકલી દુધ બનાવવાની સાધનસામગ્રી કુલ કિ.રૂ.૦૪,૬૮,૧૪૦/ની પકડી પાડી કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ

વેરાવળ, તા.૧૮: તાલાળા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમા રહેતા રવિ કાળાભાઇ કરમટાના રહેણાંક મકાનના વાડામાં રેઇડ કરતા ભેળસેળ યુકત તથા બીલકુલ બનાવટી (નકલી) દુધનો જથ્‍થો તથા નકલી દુધ બનાવવાની ચીજવસ્‍તુઓ તથા સાધન સામગ્રી મળી આવેલ જે અન્‍વયે ફુડ એન્‍ડ સેફ્‌ટી વિભાગ ગીર સોમનાથના અધિકારીશ્રી એસ.એસ.રાવલ તથા તેની ટીમને સાથે રાખી તપાસ કરતાં પામતેલ તથા કોઇપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દુધ બનાવી મોટા પ્રમાણમાં દુધના જથ્‍થાનું ઉત્‍પાદન કરી તાલાળાની જુદી-જુદી દુધ ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલા પકડાઇ ગયેલ ફુડ ઇન્‍સ્‍પેકરટશ્રીનાઓ દ્રારા જરૂરી નમુનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દુધ બનાવવાના સરસામાનનો જથ્‍થો જે-તે સ્‍થિતીમા સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સ્‍થળ ઉપરથી નકલી દુધ બનાવવાની સાધન સામગ્રી તથા નકલી દૂધનો જથ્‍થોઃ૧) નકલી દુધ લીટર ૩૧૨૦ કિ.રૂ.૧.૬૫,૩૬૦/ ૨) પામતેલ ૨૬૦ કિ.ગ્રામ કિ.રૂ.૪૬,૮૦૦/ ૩) દુધ બનાવવાનો પાઉડર ૧૦૫ કિ.ગ્રામ કિ.રૂ.૧૨,૧૮૦/ ૪) અમુલ મીલ્‍ક પાઉડર ૧૬ કિ.ગ્રામ કિ.રૂ.૪૮૦૦/ ૫) LPG ગેસ સિલિન્‍ડર નંગ-૧ ગેસનો યુલો નંગ-૧ મિકસર-૧ સ્‍ટીલના તપેલા નંગ-૨ કિ.રૂ.૫૦૦૦/ ૬) દુધ ભરવાના મોટા ખાલી કેન નંગ-૭૮ કિ.રૂ.૨,૩૪,૦૦૦/ કુલ કિ.રૂ૪,૬૮,૧૪૦/ નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્‍સ. આર.એચ. સુવા તથા એસ.ઓ.જી.શાખાના એ.એસ.આઇ. જીગ્નેશગીરી અમળતગીરી પો.હેડ.કોન્‍સ. વિપુલભાઇ અમળતભાઇ તથા અરજણભાઇ મેસુરભાઈ તથા મહેન્‍દ્રભાઇ બાબુભાઇ તથા કલ્‍પેશભાઇ કાનાભાઇ તથા કૈલાસભાઇ જેસાભાઇ તથા મહાવીરસિંહ મંગલસિંહ તથા નદીમભાઇ શેરમહમદ તથા હિતેષભાઇ દાનાભાઇ તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. સંજયસિંહ કાગડા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ.સોનીંગસિંહ રાજસિંહ તથા પો.કોન્‍સ. કળષ્‍ણકુમારસિંહ કર્ણસિંહ તથા મહેશભાઇ સોસા. એ કરી હતી

(1:37 PM IST)