News of Wednesday, 18th March 2026
ગીર સોમનાથમાં PGVCLની મેગા ડ્રાઇવ : ૪૫૮ વીજ જોડાણ કાપવા માટે કાર્યવાહી : ૯૪ ટીમ મેદાનમાં ઉતરી
૧૧૫૬ બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી કુલ રૂ.૫૭.૮૨ લાખ ની રકમ જમા કરાવી

વેરાવળ, તા.૧૮: ગીર સોમનાથ જિલ્લામાં ભ્ઞ્સ્ઘ્ન્ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ‘ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
વેરાવળ વિભાગીય કચેરી હેઠળના કુલ ૭ સબ-ડિવિઝનમાં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે ૯૪ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચકાસણી શરૂ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન કુલ ૪૫૮ વીજ જોડાણો કાપી નાખવામાં આવશે સાથે સાથે અભિયાન દરમ્યાન ૧૧૫૬ બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી કુલ રૂ.૫૭.૮૨ લાખ ની રકમ જમા કરાવી હતી.
આ કાર્યવાહી માત્ર ચેતવણી પૂરતી નહોતી, પરંતુ કડક અમલવારી સાથે કરવામાં આવી હતી. ભ્ઞ્સ્ઘ્ન્ દ્વારા અગાઉ અનેક વખત નોટિસ, લ્પ્લ્ અને જાહેર સૂચનાઓ આપ્યા છતાં પણ બાકી રકમ ન ભરનારાઓને હવે સીધી અસર થઈ છે. આ ડ્રાઇવ દરમિયાન અંદાજે રૂ.૩૯.૫૯ લાખ જેટલી બાકી રકમ સામે કાર્યવાહી નોંધાઈ છે.
આ પગલાંને કારણે ગ્રાહકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો તાત્કાલિક બિલ ચૂકવવા માટે કચેરીઓનો સંપર્ક કરતા પણ જોવા મળ્યા હતા. બીજી તરફ, નિયમિત બિલ ચૂકવનાર ગ્રાહકોમાં આ કાર્યવાહી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી છે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
