News of Wednesday, 18th March 2026
યુદ્ધના માહોલ અને ઈંધણની તંગી વચ્ચે ક્રૂડ ઓઇલ સાથેનું ત્રીજું જહાજ કચ્છ પહોંચ્યું : જુઓ વિડીયો
‘જગલાડકી’ યુએઈથી મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર લાંગર્યું : દરીયા વચ્ચે ઊભા કરાયેલા ખાસ મુરિંગ સ્ટેશન ઉપર ખાલી કરવાની કામગીરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : યુદ્ધના માહોલ વચ્ચે અને ઈંધણની તંગી વચ્ચે ક્રૂડ ઓઇલ સાથે આજે ત્રીજું જહાજ કચ્છ પહોંચી આવ્યું છે. કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર બે જહાજ આવી ચૂક્યા છે. જ્યારે આજે ત્રીજું જહાજ ‘જગલાડકી’ કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર સફળતાપૂર્વક લાંગર્યું છે. યુએઈના ફુજૈરાહ બંદરેથી ૮૦,૮૮૬ મેટ્રીક ટન ક્રુડ ઓઇલ સાથેના આ જહાજને અદાણી પોર્ટના ઓઇલ માટેના દરીયા વચ્ચે ઊભા કરાયેલા ખાસ મુરિંગ સ્ટેશન ઉપર ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
