News of Wednesday, 18th March 2026
મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત જીલ્લામાં બે અને રાજ્યમાં પાંચ જજ તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત
આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાતના ન્યાયતંત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમા મોરબી જીલ્લાના બે સહિત રાજ્યના પાંચ જજમો સમાવેશ થાય છે અને આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
જે પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા છે તેમા મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ તથા મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી, પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી, રાજકોટ (ધોરાજી)ના 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન એમ. શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજીનો સમાવેશ થાય છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
