News of Wednesday, 18th March 2026
મેંદરડા તાલુકા યુવા ભાજપના મહામંત્રીપદે દરબાર ઈન્દ્રજીતભાઈ એભલભાઈ વાળાની નિયુક્તિ
વિસાવદરના ભાજપના વરિષ્ઠ અગ્રણી જસુભાઈ બસીયાના ભાણેજ ઇન્દ્રજીતભાઈની વરણીથી સાર્વત્રિક આવકાર : શુભેચ્છા વર્ષા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : મેંદરડા તાલુકા યુવા ભાજપના મહામંત્રીપદે દરબાર ઈન્દ્રજીતભાઈ એભલભાઈ વાળાની નિયુક્તિ થઈ છે.
વિસાવદરના ભાજપના વરિષ્ઠ અગ્રણી તથા જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી-કોર્પોરેટર જસુભાઈ રાવતભાઈ બસીયાના ભાણેજ ઇન્દ્રજીતભાઈ વાળાની વરણીથી સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે અને શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
ઇન્દ્રજીતભાઈ વાળા અગાઉ મેંદરડા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખપદે સેવાઓ આપી ચૂક્યા છે. ઉત્સાહથી છલકતા યુવા નેતાને મહામંત્રીપદની કમાન સોંપાતા યુવા કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
