તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 19th March 2026
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી દેશી દારૂ અને ૯૦૦ લીટર આથો જપ્ત
૬૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૩૪,૫૦૦ નો મુદામાલ જપ્ત: મહિલા આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચાલુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રેડ કરી એલસીબી ટીમે ૯૦૦ લીટર ઠંડો આથો અને ૬૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૩૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે મહિલા આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઇન્દિરાનગર મફતિયાપરામાં બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે પ્લાસ્ટિક કેરબામાં તૈયાર ઠંડો આથો ૯૦૦ લીટર કીમત રૂ ૨૨,૫૦૦ અને ૬૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧૨,૦૦૦ સહીત કુલ રૂ ૩૪,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે મહિલા આરોપી શોભનાબેન મુકેશભાઈ સુરેલા રહે ઇન્દિરાનગર મોરબી વાળાનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
