News of Thursday, 19th March 2026
સખત ગરમી વચ્ચે વરસાદની આગાહી દરમ્યાન કચ્છમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું : જો માવઠું પડશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે
એક બાજુ ભારે તડકો અને ગરમી બીજી બાજુ વરસાદ જેવો માહોલ.. પર્યાવરણના બદલાવથી જનજીવન માટે મુશ્કેલી સર્જાય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : એક બાજુ ભારે તડકો અને ગરમી બીજી બાજુ વરસાદ જેવો માહોલ.. પર્યાવરણનો બદલાવ જનજીવન માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. કચ્છમાં ફાગણ મહીનાથી જ ભારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હજી ચૈત્ર મહીનો શરુ થઈ રહ્યો છે ત્યાં જ આકાશમાંથી અગન વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. તે વચ્ચે માવઠા સાથે હવામાનમાં પલટો આવે એવી આગાહી કરાયા બાદ ગઈ કાલે મોડી રાત્રે બે વાગ્યા બાદ અડધો કલાકથી વધુ સમય સુધી ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુકાયું હતું. પવનના સુસવાટા વચ્ચે લાઈટ ગુલ થઈ હતી. બીજી બાજુ માવઠાની આગાહી કરાઈ છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ભારે ઉચાટ અને ચિંતાની લાગણી છે. જો માવઠું પડશે તો ખેતીને ભારે નુકસાનની શક્યતા છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
