હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના માતાના મઢ- શ્રી આશાપુરા માતાજી મંદિરમાં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
પરંપરાગત શસ્ત્રોક્ત વિધિવિધાન રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે સંપન્નઃ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉપરાંત દર્શનાર્થીઓનુ માતાજીના ચરણે શીશ ઝુકાવવા આગમન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯: પ્રસિદ્ધ તીર્થધામ કચ્છના માતાના મઢ મધ્યે મા આશાપુરાના મંદિરે પરંપરાગત શાષોક્ત વિધિવિધાન મુજબ રાજાબાવા યોગેન્દ્રસિહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ઘટસ્થાપન વિધિ સાથે જ ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉપરાંત દર્શનાર્થીઓનુ માતાના મઢ મધ્યે મા આશાપુરાના ચરણે શીશ ઝુકાવવા આવી રહ્યા છે.
ચૈત્ર નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. જીવનમાં શકિત અને ભકિત વિના આગળ વધવું મુશ્કેલ છે. ચૈત્ર નવરાત્રી દરમ્યાન પુજાપાઠ, અનુષ્ઠાન, શ્લોક, શ્રુતિ માતાજીના ગરબા દ્વારા નવદુર્ગા માતા પાસે જપવામાં આવે છે. માતાજીના ગુણગાન ગવાય છે. માં આશાપુરા ધામ માતાના મઢ કચ્છ ખાતે બુધવારે ફાગણ વદ અમાસના રોજ રાત્રીના ૯ કલાકે ઘટસ્થાપન વિધિ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને તેમજ ગોરમહારાજ શ્રી દેવકૃષ્ણ જોષી ઘટસ્થાપન વિધિ કરવામાં આવેલ માતાજીના ગરબાનુ પુજન, કુંભપુજન વિધિ વિધાન પુજા અર્ચન દ્વારા કરવામાં આવેલ સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદથી ગુજી ઉઠશે. માતાના મઢ જાગીર ટ્રસ્ટઓશ્રી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર,ભુવાશ્રી દિલુભા ચૌહાણ, ગજુભા ચૌહાણ, તેમજ મયુરસિંહ જાડેજા, સચિનભાઇ, મનુભા જાડેજા, પ્રતાપસિંહ તેમજ સેવકગણ દર્શનાર્થીઓ માઇ ભકતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટીગણ તથા સેવક ગણ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે છે.(તસ્વીરઃ વિનોદભાઈ પોપટ-રાજકોટ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
