<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

માધવપુરના મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો માટે ‘એરેના ટાઇપ' સ્‍ટેડિયમ તૈયાર

રાષ્‍ટ્રીયકક્ષાનો માધવપુરના મેળો વધુ સુવિધાજનક બનાવવાનું આયોજનઃ જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી શ્રધ્‍ધાળુઓનાં મનોરંજન માટે વિવિધ રાઇડસ અને આનંદનગરીઃ ૪૦ ફુડ સ્‍ટોલ અને ૩૦ ક્રાફટ સ્‍ટોલઃ વિશેષ પાર્કિંગ સુવિધા ભગવાન શ્રી કૃષ્‍ણ અને દેવી રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની યાદગીરીમાં યોજાતો દેશ-વિદેશમાં સુવિખ્‍યાત માધવપુરનો ગામઠી મેળો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. કલેકટરશ્રી એસ. ડી. ધાનાણીએ પત્રકાર પરીષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી જણાવેલ કે, સરકારની વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી માધવપુરનો મેળો બનશે વધુ સુવિધાસભર બનાવાશે. આ મેળામાં વિશેષ પાર્કિંગ, સુવિધા, ટ્રાફિક ડાઇવર્ઝનની સુવિધા તેમજ ફુડ એન્‍ડ ક્રાફટ સ્‍ટોલ, આનંદનગરી સહિતના મેળાના આકર્ષણો ઉપલબ્‍ધ થશે.

મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ માટે અદ્યતન એરેના ટાઇપ સ્‍ટેડીયમ તૈયાર કરાયું છે.

  ભગવાન શ્રીકળષ્‍ણ અને દેવી રૂકમણીજીના પવિત્ર લગ્ન પ્રસંગના સ્‍મરણાર્થે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્‍યવસ્‍થિત રીતે યોજાવા જઈ રહ્યો છે. રાજ્‍ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ ભવ્‍ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,ત્‍યારે પોરબંદર જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણી દ્વારા પત્રકાર પરીષદ યોજીને મેળાની સંપુર્ણ રૂપરેખા આપવામાં આવી હતી.

આગામી ૨૭ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન આયોજિત આ મેળા અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે. મેળાના પાછલા વર્ષોના અનુભવોથી મેળા ગ્રાઉન્‍ડમાં લોકોને સ્‍પેસ ઓછી હોવાથી અગવડતા પડતી હોવાનુ ધ્‍યાને આવતા લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે આ વખતે મેળાના લે-આઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્‍યા છે, જેથી લોકો ભીડભાડ વગર સરળતાથી હરી-ફરી શક્‍શે.

આ મેળા ગ્રાઉન્‍ડમાં સાંસ્‍કળતિક કાર્યક્રમોની પ્રસ્‍તુતિ માટે વિશેષ ‘એરેના ટાઇપ સ્‍ટેડિયમ' તૈયાર કરવામાં આવ્‍યું છે, જે વધુ કોમ્‍પેક્‍ટ અને સુવિધાસભર હોવાથી પ્રેક્ષકો કલાકારોની પ્રસ્‍તુતિને વધુ નજીકથી અને આરામદાયક રીતે માણી શકશે. મેળાના મેદાનમાં શ્રદ્ધાળુઓના મનોરંજન માટે વિવિધ રાઈડ્‍સ સાથેની ‘આનંદ નગરી' આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે ૪૦ જેટલા ફૂડ સ્‍ટોલ, ૩૦ ક્રાફટ સ્‍ટોલ અને વાહનો માટે વિશેષ ર્પાકિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ મેળામાં ટ્રાફિકની સમસ્‍યા નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં ટ્રાફિક ડાયવર્ઝન સહિત મેળાના મુખ્‍ય વિસ્‍તારમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જોકે શ્રદ્ધાળુઓ માટેની બસોને એન્‍ટ્રી આપવામાં આવશે.

પોરબંદર જિલ્લા કલેક્‍ટરશ્રીએ પોરબંદર જિલ્લા સહિત આસપાસના વિસ્‍તારના તમામ નાગરિકોને આપણા આ ભવ્‍ય સાંસ્‍કળતિક વારસા સમા માધવપુર ઘેડના આ સહપરિવાર પધારવા એકયાદીમાં આમંત્રણ અપાયું છે.

(11:08 AM IST)