<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કચ્‍છના રાપર પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે તૈયાર પાકમાં ભારે નુકસાન

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: હવામાન વિભાગની આગાહી અનુસાર રાપર તાલુકા માં રાત્રે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો હતો જેના કારણે રાપર તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારમાં તથા ખડીર વિસ્‍તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો હતો ભારે પવન અને વરસાદ ના કારણે વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો કમોસમી વરસાદના લીધે જીરું ઇસબગુલ એરંડા ઘઉં વરીયાળિ અજમા રાયડાના તૈયાર પાક ને નુકસાન થયું હતું

ભારે વરસાદના લીધે ખરવાળમા તૈયાર પાકના જીરું ઘઉં ના પાથરા વિખાઈ ગયા હતા રાતે ગાજવીજ સાથે વિજળીના કડકા ભડાકા વચ્‍ચે વરસાદ વરસ્‍યો હતો. (તસવીરઃ મુકેશ રાજગોર-રાપર)

(11:20 AM IST)