<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ગોંડલમાં નશામાં ચકચુર કારચાલકે યુવાનને ઉલાળ્‍યોઃ ટોળાએ ચાલાક સહિત બે ને લમધાર્યા

પોલીસે કારમાં બેઠેલા મોરબીના બલદેવ પરમાર તથા બલદેવ ઓગણીયા સામે કાર્યવાહી કરીઃ બંને દિવથી મોરબી જતા'તા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૯: ગોંડલ માં રાત્રીનાં હિટ એન્‍ડ રન ની ઘટના બની હતી. અલ્‍ટ્રો કાર ચાલકે નશીલી હાલત માં બેકાબુ કાર ચલાવી  પાંજરાપોળ  પાસે યુવાન ને હડફેટ લેતા યુવાન ઇજાગ્રસ્‍ત બન્‍યો હતો.બીજી બાજુ સર્પાકાર ચાલતી કાર નો પીછો કરી લોકોએ આશાપુરા અંડરબ્રીજ નજીક કાર આંતરી ચાલક સહિત બે યુવાનો ને લમધારી નાખ્‍યાં હતા અને  કાર નાં કાચ ફોડયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં સુમારે મોવિયા તરફ થી આવી રહેલી જીજેઓ 1 HP 3789 નંબર ની અલ્‍ટ્રો કાર ચાલકે પાંજરાપોળ  પાસે ઈબ્રાહીમભાઇ આમદાણી નામનાં યુવાન ને ઠોકર મારતા ઇજાગ્રસ્‍ત હાલત માં સરકારી હોસ્‍પિટલ ખસેડાયા હતાં.

અકસ્‍માત સર્જી કાર ચાલકે માર્ગ માં વાહનો હડફેટે લીધા હતાં.દરમિયાન રોષે ભરાયેલા લોકોનાં ટોળાએ કાર નો પીછો કરી આશાપુરા અંડરબ્રીજ નજીક આંતરી કાર માંથી ચાલક સહીત બેઠેલા અન્‍ય યુવાન ને બહાર ખેંચી લઇ ધોલાઇ કરી હતી.કોઇ એ પોલીસ ને જાણ કરતા દોડી આવેલી પોલીસે બન્ને શખ્‍સો ને લોકોથી બચાવી પોલીસ સ્‍ટેશન ભેગા કર્યા હતા.બન્ને દારૂનાં ફુલ નશા માં હતાં.

પોલીસ પુછપરછ માં એક નુ નામ બળદેવ વશરામભાઇ પરમાર હોવાનું તથા બીજાનું નામ બળદેવ ભીખાભાઇ ઓગણીયા હોવાનું જણાવ્‍યું હતું. બન્ને મોરબી રહેતા હોવાનું જણાવ્‍યુ હતું.

પોલીસ સુત્રો અનુસાર બન્ને દિવ થી મોરબી જઇ રહ્યા હતા.અને નશીલી હાલત માં હતાં.  બન્ને એ એટલી હદે દારુ પીધો હતો કે પોલીસ પુછપરછ માં યોગ્‍ય જવાબ પણ આપી શકતાં ના હતાં. સુત્રો અનુસાર મોવિયા પાસે સ્‍વિફ્‌ટ કાર ને હડફેટે લીધા બાદ કાર ચાલક બેકાબુ બન્‍યો હતો. પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

(1:33 PM IST)