News of Thursday, 19th March 2026
માધવપુરનો મેળોઃ ટ્રાફીક નિયમન અંગેનું જાહેરનામુ
માંગરોળ તરફથી આવતા તમામ વાહનો આંત્રોલી ગામથી આજક, વાડલા ફાટક થઇ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ થી મોચા થઈ નેશનલ હાઇવે પર જવાનું રહેશે. પોરબંદર તરફથી આવતા તમામ વાહનો મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલાફાટક થઇ આજક, આંત્રોલી હાઇવે રોડ પર જવાનું રહેશે.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: પોરબંદર જિલ્લાના માધવપુર ગામ ખાતે આગામી તા.૨૭ થી તા.૩૧ સુધી શ્રી માધવરાયજી અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની ઉજવણી પ્રસંગે યોજાનાર માધવપુરના મેળામાં વાહન વ્યવહાર તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ટ્રાફીક વ્યવસ્થા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે આવક-જાવક માટે તા.૨૭ થી તા.૩૧ ના ૨૪ કલાક સુધી ટ્રાફીક નિયમન કરવા ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
આ જાહેરનામાં અનુસાર માંગરોળ તરફથી આવતા તમામ વાહનો આંત્રોલી ગામથી આજક, વાડલા ફાટક થઇ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ થી મોચા થઈ નેશનલ હાઇવે પર જવાનું રહેશે. પોરબંદર તરફથી આવતા તમામ વાહનો મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલાફાટક થઇ આજક, આંત્રોલી હાઇવે રોડ પર જવાનું રહેશે.
સરકારી ફરજ પરના અને કારપાસ વાળા વાહનો, સરકારી વાહનો, એસ.ટી.બસો, મેળામાં જતા નાના વાહનો, એમ્બ્યુલન્સ જેવા વાહનોને આ જાહેરનામાનો પ્રતિબંધ લાગુ પડશે નહી.
આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાં ભંગ કરનારા ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકળત કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ ગુજરાત પોલિસ અધિનિયમ - ૧૯૫૧ ની કલમ - ૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે તેમ જાહેરનામામાં જણાવેલ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
