<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

જામનગરમાં મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેર કોંગી પ્રમુખ સહિત ૨૦ કોંગી કાર્યકરોની અટકાયત

શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ કોંગી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું : ગેસ ના મુદ્દે જામનગર શહેરની પ્રજા પરેશાન થઈ રહી છે તે મુદ્દો આગળ ધરીને સરકારની ઝાટકણી કાઢી

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૯ : જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા, અને વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ કોંગી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

જામનગરમાં ડી.કે.વી. સર્કલ પાસે વિવેકાનંદજીની પ્રતિમા નજીક કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના હાથમાં બેનર પોસ્ટર લઈને એકત્ર થયા હતા, અને ખાસ કરીને ગેસ ના મુદ્દે જામનગર શહેરની પ્રજા પરેશાન થઈ રહી છે, તે મુદ્દો આગળ ધરીને સરકારની ઝાટકણી કાઢી હતી, અને ટાઉનહોલ તરફ પ્રયાણ કરે તે પહેલા પોલીસ દ્વારા ૨૦ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લઈ પોલીસની બસમાં બેસાડી દેવાયા હતા.

 જે તમામ કાર્યકરોને પોલીસ હેડ ક્વાર્ટર માં લઈ જવાયા હતા, જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

(1:22 PM IST)