News of Thursday, 19th March 2026
જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા ગેસના ભાવ મુદે વિરોધ પ્રદર્શન

જામનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જામનગર આજે આવનારા હતા. પરંતુ કાર્યક્રમ રદ થયો હતો. જો કે શહેર કોંગ્રેસ દ્વારા ગેસના બાટલાને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકરો ગેસના બાટલાના પોસ્ટર લઈને રસ્તા પર ઉતર્યા હતા. સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી તેવી રાવ સાથે વિરોધ પ્રદર્શન. શહેર કોંગ્રેસનું કહેવું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગેસની અછત નથી એવો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ગેસ એજન્સીઓ પર લાંબી લાઇનો જોવા મળે.. !!? કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો કે માત્ર મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જ્યારે ગ્રાઉન્ડ પર હકીકત અલગ જ તેવો આક્ષેપ કર્યો હતો. લોકો ગેસ માટે પરેશાન થઈ રહ્યા છે અને સમયસર સિલિન્ડર મળતા નથી. LPG ગેસ ના બાટલા સમયસર મળે તેવી માગણી કરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
