News of Thursday, 19th March 2026
જામનગરનાં હાપામાં ભૂપેન્દ્રભાઇની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિશ્રામ ગૃહ-કેન્ટીનનું લોકાર્પણ

જામનગર :. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત ખેડૂતો માટેના વિશ્રામ ગળહ અને કેન્ટીનનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો કિંજલ કારસરીયા, જામનગર)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
