<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કચ્છમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડું અને તોફાની વરસાદથી ભારે નુકસાન

પાક ધોવાયો, અનેક જગ્યાએ વીજ થાંભલા અને ઝાડ પડી ગયા, રણમાં સોલાર પ્લેટો ઉડી,

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯કચ્છમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડું અને તોફાની વરસાદથી ભારે નુકસાન થયું છે.પાક ધોવાયો છે.અનેક જગ્યાએ વીજ થાંભલા અને ઝાડ પડી ગયા છે.રણમાં સોલાર પ્લેટો ઉડી હતી. હવામાનમાં આવેલા ભારે પલટાની અસર આજે વ્હેલી સવારથી પૂર્વ કચ્છમાં વર્તાવાની શરૂ થઈ એ જોતજોતામાં બપોર સુધી સમગ્ર કચ્છમાં વરતાઈ હતી.જોકે નુકસાનીનો ચોક્કસ આંક હવે ખબર પડશે.

(6:02 PM IST)