હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th March 2026
દ્વારકાના શિવરાજપુર બીચ પર તેજ પવન ફુંકાતા ઉડવા લાગી રાઈડ્સ
સહેલાણીઓમાં નાસભાગ મચી અને અફરાતફરીનો માહોલ સર્જાયો:સહેલાણીઓની આ નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ આવ્યુ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો અને માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા.
આ તરફ દ્વારકાના શિવરાજપુર બીચ પર વાતાવરણમાં અચાનક પલટો આવતા તારાજ સર્જાઈ છે. ભારે પવનને કારણે દરિયા કિનારેથી રાઈડ ઉડી ગઈ હતી. આ તરફ અચાનક આંધી આવતા શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સહેલાણીઓની આ નાસભાગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
