હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની લહેર: શહેરમાં અંધારપટ: વૃક્ષો પડી ગયા
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તળાજા, સિહોર, પાલીતાણા, ઉમરાળા, ગારીયાધાર ,મહુવા સહિત સમગ્ર જિલ્લામાં પવન સાથે વરસાદ ચાલુ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી.
ગોહિલવાડ પંથકમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વાવાઝોડાની લહેર ઊભી થઈ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. શહેરમાં ભારે પવનથી અનેક સ્થળોએ વૃક્ષો પડ્યા હતા. અને ધૂળની ડમરીઓ ઉડી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વરસાદ શરૂ છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તળાજા, સિહોર, પાલીતાણા, ઉમરાળા, ગારીયાધાર ,મહુવા સહિત સમગ્ર જિલ્લામાં પવન સાથે વરસાદ ચાલુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
