<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મોરબીમાં આગામી શનિવાર-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩ નવાડેલા રોડ મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

તા. ૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ સુધી નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે

કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પે અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવો ત્યારે કેસ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહની યાદીમાં જણાવ્યું છે.

(12:08 AM IST)