News of Friday, 20th March 2026
ભારે પવનના કારણે મોરબીના મહેન્દ્રનગર પાસે વીજ લાઈન તૂટતા આગ ભભૂકી લાગી, ફાયર ટીમે બુજાવી.
વીજ લાઈન તૂટીને જમીન પર પડતા જ અચાનક આગ ભભૂકી ઉઠી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ભારે પવનના કારણે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ઉમા વિલેજ પાસે એક વીજ લાઈન તૂટી પડવાની ઘટના બની છે. વીજ લાઈન તૂટીને જમીન પર પડતા જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેન્દ્રનગરના ઉમા વિલેજ નજીક ખુલ્લી જગ્યામાં ભારે પવનને પગલે ઉપરથી પસાર થતી 66 કેવી વીજલાઈનનો વાયર અચાનક જ વાડામાં રહેલી કડબ પર તૂટી પડ્યો હતો. વાયર પડતાની સાથે જ તેમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી અને પવનની ગતિ વધુ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
