<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મહુવામા ૩ ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૨૦ :        ભાવનગર જિલ્લાના મહુવામાં કાલે રાત્રિના ૩ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવતા લોકોમાં ભય ફેલાયો છે.                          ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે કાલે રાત્રિના ૧૨:૩૭ વાગ્યે ભાવનગર જિલ્લાના મહુવામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપની તીવ્રતા ત્રણની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહુવાથી ૩૦ કિ.મી.દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયું હતું. મોડી રાત્રિના લોકો સુતા હોવાથી ભૂકંપની ખાસ કોઈ અસર અનુભવાઈ ન હતી અને નુકસાનીના પણ સમાચાર નથી.

(9:27 AM IST)