હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના અધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીબાપુનો જન્મોત્સવ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૦: રાષ્ટ્રપ્રેમ જેના રોમરોમ છે એવા શ્રી રૂદેશ્વર જાગીરભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચ દશનામજુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગિરનારમંડળના પ્રમુખ પુ. ઇન્દ્રભારતી મહારાજનો આજે જન્મદિવસ છે.ચૈત્ર સુદબીજના દિવસે કચ્છના અબળાશા તાલુકના વિંઝાણ ગામે ધર્મ પરાયણ પરિવારના શિવગીરીબાપુ અને જમનાબેન ને ત્યાં પુ. બાપુનો જન્મથયેલ પુ. બાપુનું પૂર્વાશ્રમનુનામ અરીવંદગીરી હતું.
પુ. બાપુ એ ઘાટકોપરની ધનજીદેવસી સરકારી શાળા ધો.૭ સુધી અભ્યાસકર્યો છે. ત્યારબાદ ૧૪ વર્ષની નાનીઉમમરે ગુરૂ મહારાજ પ્રેમભારતીબાપુ પાસે દિક્ષા લીધી હતી. ૧૯૯૭માં હરિદ્વાર કુંભની અંધ દિગમ્બર દિક્ષા પુ. પ્રેમભારતીબાપુની હાજરીમાં લઇ મુંબઇમાં વસવાટ કર્યો તેમજ એ સમયમાં ચાલતા ભિન્નભાગોની અંદર ધર્મનો પ્રચાર અર્થે અનુષ્ઠાન સાધનાઓ ભકિત કરી હતી અને વર્ષ ૨૦૦૪માં મુંબઇ છોડી બાપુ ગુરૂમહારાજના સાનિધ્યમાં સેવા માટે આવી ગયા અને વર્ષ ૨૦૦૭માં ભવનાથ જૂનાગઢખાતે શ્રી રૂદેશ્વરજાગીરભારતી આશ્રમની સ્થાપના કરી પછી ગુરૂમહારાજ સ્થિત ઘાંટવડ જૂનાગઢ મુંબઇ દ્વારકા જામનગર કચ્છ મહારાષ્ટ્ર દ્વારકા જામનગર કચ્છ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉતરપ્રદેશ બિહાર- રાજસ્થાન આ બધા જ આશ્રમનુ બાપુ સંચાલન કચ્છનાન ભજન રાષ્ટ્રપ્રેમ લોકસેવા બાપુના જીવનમાં વણાયેલ છે કરૂણામુર્તિ સંત એવા પુ. ઇન્દ્રભારતીબાપુ આજે ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે બાપુને સેવકો સુખદ સ્વાસ્થ પુર્ણ દિર્ધાયુ અર્થે પ્રાર્થના કરી શુભકામના વધાઇ આપી રહયા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
