<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કરા સાથે માવઠું વરસ્‍યા બાદ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડા પવનના સુસવાટાઃ ભરઉનાળે ‘ચોમાસા' બાદ સવારે ‘શિયાળા' જેવી ઠંડક

રાજકોટ, તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે.

સવારે ઠંડીનો અનુભવ થતા ગરમ વષાો પહેરવા પડ્‍યા હતા.  તાપણાનો સાથ પણ લેવો પડ્‍યો હતો. જોકે સવારથી વાદળા વિખેરાયા છે અને સૂર્યનારાયણે દર્શન દીધા છે. ગઈકાલે સાંજથી જામનગર,દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, કચ્‍છમાં મેઘાવી માહોલ સાથે કમોસમી વરસાદ કરા સાથે તૂટી પડતા ભારે નુકસાન થયું છે અનેક જગ્‍યાએ વળક્ષો તૂટી પડ્‍યા હતા અને  વીજ થાંભલા પણ પડી ગયા હતા.

(11:35 AM IST)