<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

તોફાની પવન-વરસાદથી વીજ તંત્રને ૧ દિ'માં લાખોનું નુકશાન : ર૬પ૦ ગામોમાં અંધારપટ છવાઇ ગયો

હાલ ર૪૦૦ ગામો કાર્યરત : રપ૦ ગામોમાં કામગીરી ચાલુ

ગઇકાલે બપોર બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રચંડ તોફાની પવન-વરસાદ ત્રાટકતા માત્ર ૧ દિવસમાં વીજ તંત્રને લાખોનું નુકશાન થયું છે ! સેંકડો ફીડર બગડયા ર૬પ૦ ગામોમાં અંધારપટ છવાયોઃ ટીમો દ્વારા આખી રાત કામગીરી : ર૪૦૦ ગામોમાં લાઇટો ચાલુ કરાઇઃ રપ૦ ગામોમાં હજુ અંધારાઃ ૭૯૧ થાંભલા પડી ગયાઃ રપ ટ્રાન્‍સફોર્મર ઉડયાઃ રાજકોટમાં બે ડઝન વિસ્‍તારમાં મોડી રાત સુધી અંધારપટ. 

(11:36 AM IST)