News of Friday, 20th March 2026
કચ્છમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડું અને તોફાની વરસાદથી ભારે નુકસાન
પાક ધોવાયો, અનેક જગ્યાએ વીજ થાંભલા અને ઝાડ પડી ગયા, રણમાં સોલાર પ્લેટો ઉડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: કચ્છમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડું અને તોફાની વરસાદથી ભારે નુકસાન થયું છે.પાક ધોવાયો છે.અનેક જગ્યાએ વીજ થાંભલા અને ઝાડ પડી ગયા છે.
રણમાં સોલાર પ્લેટો ઉડી હતી. હવામાનમાં આવેલા ભારે પલટાની અસર આજે વ્હેલી સવારથી પૂર્વ કચ્છમાં વર્તાવાની શરૂ થઈ એ જોતજોતામાં બપોર સુધી સમગ્ર કચ્છમાં વરતાઈ હતી.જોકે નુકસાનીનો ચોક્કસ આંક હવે ખબર પડશે.
મીની વાવાઝોડાએ કચ્છને ધમરોળ્યું: હતું. મુન્દ્રા બંદરે કન્ટેનર ઉલળ્યા હતા, પાકનો સોથ વળતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખેડૂતો ભારે ચિતામાં, મીઠાના અગરો, રણમાં આવેલ સોલાર પ્રોજેક્ટ, નાના મોટા કાચા ઘરોને નુકસાન, અનેક જગ્યાએ વીજ થાંભલાઓ, વૃક્ષો પડી ગયા, હજી માવઠાની આગાહીને પગલે ઉચાટ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
