<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

વિશ્વ ચકલી દિવસની ઉજવણી: નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા 2500 ચકલીના માળાનું વિતરણ

લોકોને ઉનાળા દરમ્યાન પક્ષીઓ માટે ચણ તથા એક વાસણમાં પાણી રાખવા માટે અપીલ કરતા જૂનાગઢના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૦ :  નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારે 10.30 થી બપોરે 1 કલાક સુધી વિના મૂલ્યે 2500 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા દ્વારા લોકોને ઉનાળા દરમ્યાન પક્ષીઓ માટે ચણ તથા એક વાસણમાં પાણી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મોનાલી ગણાત્રા, અલ્પા ઉનડકટ, જ્યોતિબેન વાડોલિયા, જયશ્રીબેન વેકરિયા, દિપ્તીબેન આમરોલિયા, દીપલ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:21 PM IST)