News of Friday, 20th March 2026
ગુજરાત બાર કાઉન્સીલના સતત ચોથી ટર્મમાં વિજેતા થતા જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ

જામનગર : ગુજરાત બાર કાઉન્સીલની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીની હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ સતત ચોથી ટર્મમાં ભવ્ય વિજય થયો છે. તેઓ ના વિજયના પગલે જામનગર બાર કાઉન્સીલમાં તેમજ વકીલોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ ગત ૩ ટર્મથી ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરી યશસ્વી કામગીરી દર્શાવી છે. દરમિયાન તાજેતરમાં જ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સતત ચોથી વખત ઉમેદવારી નોîધાવી હતી. મનોજભાઈને વિજેતા બનાવવા માટે જામનગરના ધારાશાસ્ત્રીઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યુ હતું.
દરમિયાન ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા મતગણતરીની કાર્યવાહી હાથ ધરતા બાર ઍસોસીઍશનના નિયમોનુસાર જામનગરના મનોજભાઈ મણીભાઈ અનડકટઍ ૧૯૨૯નો અંક પાર કરી પાંચમા નંબરે વિજેતા જાહેર થયા છે. મનોજભાઈના વિજયના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જામનગરના ધારાશાસ્ત્રીઓ માં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. મનોજભાઈ પિતા સ્વ. મણીભાઈ અનડકટ ૬ ટર્મ સુધી બાર કાઉન્સીલ ઓ ફ ગુજરાતના મેમ્બર તરીકે ચૂંટાઈ આવેલ હતા. તેમજ બાર કાઉન્સીલમાં પિતા અને પુત્ર બંને ચેરમેન બન્યા હોય તેવો પણ પ્રથમ કિસ્સો હતો.
મનોજભાઈ પિતા સ્વ. મણીભાઈ અનડકટ ૬ ટર્મ સુધી બાર કાઉન્સીલ ઓ ફ ગુજરાતના મેમ્બર તરીકે ચૂંટાઈ આવેલ હતા. તેમજ બાર કાઉન્સીલમાં પિતા અને પુત્ર બંને ચેરમેન બન્યા હોય તેવો પણ પ્રથમ કિસ્સો હતો
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
