<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ગીર સોમનાથના ગીર ગઢડામાં કમોસમી વરસાદથી નદીઓમાં પૂર આવ્યું: ભરઉનાળે નદીઓ વ્હેતી થઈ

. હરમડીયા અને એભલવડ નજીકની સાંગાવાડી નદીમાં પૂર:ભારે વરસાદના કારણે ખેડૂતોના કેળ અને કેસર કેરીના પાકને ભારે નુકશાન

  ગીર સોમનાથના ગીર ગઢડામાં માવઠાથી નદીઓમાં પૂર આવ્યું છે. હરમડીયા અને એભલવડ નજીકની સાંગાવાડી નદીમાં પૂર આવ્યું હતું ભારે વરસાદ અને પવન બાદ સાંગાવાડી નદી માં પૂર આવ્યું હતું . ફરી વખત ભર ઉનાળે નદીઓ વ્હેતી થઈ થઇ હતી ,ભારે વરસાદના કારણે ખેડૂતોના કેળ અને કેસર કેરીના પાકને ભારે નુકશાન થયું હતું, નુકશાનીના દ્ર્શ્યો સામે આવ્યા હતા કેળના ઝાડ જમીન દોસ્ત થયા તો કેસર કેરીના બગીચામાં નાની કેરી જમીનદોસ્ત થઈ હતી   

(7:42 PM IST)