News of Friday, 20th March 2026
દ્વારકામાં તા.૩૧ માર્ચે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
ઉજવણીના આયોજન અંગે પ્રાંત અધિકારી અમોલ આવતેની અધ્યક્ષતામાં દ્વારકા નગરપાલિકા ખાતે બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા:શ્રીકૃષ્ણ રુકમણીજી વિવાહ પ્રસંગની ઉજવણીરૂપે તા.૩૧ માર્ચે દ્વારકામાં શ્રીકૃષ્ણ રુકમણીજી રથનું શહેરમાં વિવિધ સ્થળે ભવ્ય સ્વાગત કરાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકા ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી અમોલ આવતે તેમજ દ્વારકાધીશ મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણે દ્વારકા શહેરમાં શોભાયાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત, મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સંદર્ભે ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, આરોગ્ય,પીવાનું પાણી, વીજ પુરવઠો, શોભાયાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓ અંગે કરાયેલ પૂર્વતૈયારીની માહિતી વિવિધ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવીને સમીક્ષા કરી હતી.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
