<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના અપહરણ, પોક્સો તથા બળાત્કારના ગુન્હામા છેલ્લા 11 માસથી નાસતા-ફરતા કાયદાથી સંઘર્ષીત કિશોરને પકડી લેતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

ટેકનીકલ તથા હ્યુમનસોર્સની મદદથી તેમજ આરોપીના રેહણાક વિસ્તારની આજુ-બાજુમા વોચ રાખીને મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના આંબલીપાડા વિસ્તારમાથી કાયદાથી સંઘષિત કિશોરને હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરી

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય,તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓએ જામનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને I/C નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ જામ.ગ્રામ્ય વિભાગનાઓએ ગુન્હાના કામેના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૨૦૫૬૨૫૦૩૨૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨),૮૭,૬૪(૨), (આઈ)(એમ), ૬૫(૨),૫૪ તથા પોક્સો એકટ-૨૦૧૨ ની કલમ-૪,૫(એલ)(એમ), ૬,૧૨,૧૭ મુજબના ગુન્હાના કામેનો કાયદાથી સંઘર્ષિત કિશોર છેલ્લા ૧૧ માસથી નાસતો-ફરતો હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના પો.ઇન્સ.કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના અપહરણ, પોક્સો તથા બળાત્કારના ગુન્હામા છેલ્લા આગીયારેક માસથી નાસતા-ફરતા કા.સ.કી.ને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસપી.જી.પનારાના માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. ગીરીરાજસિંહ આઇ. જેઠવા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ એમ.ચાવડા તથા પો.કોન્સ. નિરજકુમાર મુંધવા તથા પો.કોન્સ. વનરાજભાઇ ગઢાદરા તથા પો.કોન્સ. ફુલદીપસિંહ જાડેજા નાઓએ ટેકનીકલ તથા હ્યુમનસોર્સની મદદથી તેમજ આરોપીના રેહણાક વિસ્તારની આજુ-બાજુમા વોચ રાખીને મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના આંબલીપાડા વિસ્તારમાથી કાયદાથી સંઘષિત કિશોરને હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ :પો.ઇન્સ. પી.જી.પનારા તથા ASI ગીરીરાજસિંહ આઇ. જેઠવા તથા HC મહેશભાઇ એમ.ચાવડા તથા PC નિરજકુમાર મુંધવા તથા વનરાજભાઇ ગઢાદરા તથા કુલદીપસિંહ જાડેજા તથા અલ્તાફભાઇ સમા દ્વારા કરવામા આવેલ છે.

(10:26 PM IST)