<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ભાવનગરમાં આવાસ યોજનાના નિયમોનો ભંગ કરનારા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી :15 મકાનો સીલ માર્યા

તરસમિયા અને રુવા વિસ્તારમાં આવેલા સરકારી આવાસો મૂળ માલિકોએ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે આપી દીધા હોવાનું સામે આવતા તંત્રએ તવાઈ બોલાવી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોનો ભંગ કરનારા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તરસમિયા અને રુવા વિસ્તારમાં આવેલા સરકારી આવાસો મૂળ માલિકોએ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે આપી દીધા હોવાનું સામે આવતા તંત્રએ તવાઈ બોલાવી છે. અગાઉ નોટિસ આપવા છતાં મકાનો ખાલી ન કરવામાં આવતા, મનપાની ટીમે તરસમિયાના 13 અને રુવા વિસ્તારના 2 મળી કુલ 15 આવાસોને સીલ મારી દીધા છે. આ સાથે જ નિયમ ભંગ બદલ માલિકો પાસેથી મસમોટો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીથી આવાસ યોજનાના મકાનોનો વ્યાપારી ઉપયોગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

 

(11:17 PM IST)