<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

અમરેલીમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન

આકાશી આફતને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો

અમરેલી :કેસર કેરીના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. ગુરુવારે જર, મોરઝર, પરબડી, દુધાળા અને માણાવાવ સહિતના અનેક ગામોમાં તોફાની પવન અને મીની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આંબા પરથી તૈયાર થવા આવેલી કેસર કેરીઓ મોટી સંખ્યામાં ખરી પડી છે. આ આકાશી આફતને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

(11:22 PM IST)