News of Saturday, 21st March 2026
જામ ખંભાળીયામાં તસ્કરો ત્રાટક્યા : PGVCLના સ્ટોરમાંથી પોણા આઠ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી
તસ્કરો અંદાજે 3700 કિલો વજન ધરાવતા જૂના એલ્યુમિનિયમ વાયરના 12 ગુંચડાની ચોરી કરી નાસી છૂટ્યા

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં તસ્કરોએ સરકારી મિલકતને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. પોરબંદર રોડ પર આવેલી PGVCL કચેરીના સ્ટોર રૂમમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજે 3700 કિલો વજન ધરાવતા જૂના એલ્યુમિનિયમ વાયરના 12 ગુંચડાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરી થયેલા આ માલની કિંમત અંદાજે ₹7,77,000 આંકવામાં આવી છે. આ ઘટનાને પગલે વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. PGVCL દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
