<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની, ઉજવણી ભવ્ય શોભાયાત્રા નીકળી.

મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ધાર્મિક આસ્થા સાથે દર્શન અને પ્રસાદનો લાભ લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચૈત્ર સુદ ર ના પવિત્ર દિવસે ૧૦૭૬ માં ઝૂલેલાલ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ મહોત્સવ અંતર્ગત સવારે ૭:૩૦ કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૯ કલાકે પૂજાવિધિ, ૧૧ કલાકે આરતી અને બપોરે ૧ર:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ધાર્મિક આસ્થા સાથે દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.
સાંજે ૪:૩૦ કલાકે સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતેથી ઝૂલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાત્રે ૮:૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે ભક્તિભાવ પૂર્વક મહાઆરતી યોજવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવમાં મોરબીના તમામ સિંધી પરિવારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

(12:57 AM IST)