<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મોરબી મહાનગરપાલીકાનું માર્વેલ્સ મોરબી 2.0 થીમ સાથે ૧૧૩૨ કરોડનું બજેટ મંજુર.

ગત વર્ષ કરતા બજેટમાં ૫૦ ટકા જેટલો ધીંગો વધારો મોરબીના વિકાસલક્ષી અનેક કામોને વેગ મળશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષનું બજેટ આજે જીલ્લા કલેકટર અને મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું ગત વર્ષના ૭૮૩ કરોડના બજેટની સરખામણીએ વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષનું રૂ ૧૧૩૨.૩૮ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જે અંદાજે ૫૦ ટકા જેટલો વધારો દર્શાવે છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા માર્વેલ્સ મોરબી 2.0 થીમ હેઠળ બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં આઉટગ્રોથ કનેક્ટીવીટી રોડ માટે રૂ ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં મોરબીના લીલાપર રોડ, રવાપર રોડ, દલવાડી સર્કલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ અને નવલખી રોડનો સમાવેશ થાય છે વોકેબલ મોરબી- રોડ બ્યુટીફીકેશન માટે રૂ ૨૦ કરોડની ફાળવણી કરાઈ છે જેમાં મણીમંદિરથી શક્તિ પ્લોટ , સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન, આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર, હીરાસરી રોડ, અવની રોડ, રવાપર રોડ, વાવડી રોડ જુના બસ સ્ટેન્ડથી નહેરુ ગેટ, નહેરુ ગેટથી મહાનગરપાલિકા કચેરી સહિતના રસ્તાઓ પર ફૂટપાથ, સ્ટ્રીટ ફર્નીચર, ગ્રીન પટ્ટી, સાઈનેજ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે
તેમજ ૨૪ સર્કલના નવીનીકરણ માટે રૂ ૮.૫૧ કરોડનું બજેટ ફાળવાયું છે જેમાં સ્વામી વિવેકાનંદ સર્કલ, ગાંધી ચોક સર્કલ, અરુણોદય સર્કલ, પંચાસર સર્કલ, લીલાપર સર્કલ સહિતના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તેમજ નવ મુખ્ય રસ્તાઓના નવીનીકરણ માટે રૂ ૧૫ કરોડ, વૈત ટોપિંગ રોડ માટે રૂ ૩૨.૫૭ કરોડ, નવા રસ્તા અને રીસર્ફેસિંગ માટે રૂ ૭૦ કરોડ, નહેરુ ગેટથી દરબારગઢ હેરીટેજ વોક વે રૂ ૧૫ કરોડ, મણીમંદિર 3D ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ ૩.૧૯ કરોડ, વોટર ડીસ્ત્રીબ્યુંશન નેટવર્ક અપગ્રેડેશન માટે રૂ ૪૯,૫૧ કરોડ, બે નવા STP નિર્માણ માટે રૂ ૭૮ કરોડ, ડ્રેનેજ લાઈન વિકાસ માટે રૂ ૨૧.૯૭ કરોડ, માર્કેટ રીડેવલપમેન્ટ માટે રૂ ૩૫ કરોડ, યાંત્રિક સફાઈ, ૩ રોડ સ્વીપર માટે રૂ ૧ કરોડ, ૬ નવા ગાર્ડન માટે રૂ ૧૧ કરોડ, ૬ તળાવ બ્યુતીફીકેશન માટે રૂ ૭૨ કરોડ, સ્ટ્રીટ લાઈટ વિથ પોલ માટે રૂ ૫ કરોડ, ડાયનેમિક લાઈટીંગ માટે ૫ કરોડ, મોર્ડન લાઈબ્રેરી રૂ ૩૦ કરોડ, કેસરબાગ ખાતે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે રૂ ૧૦.૨૭ કરોડ, એનીમલ હોસ્ટેલ માટે રૂ ૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે

(12:58 AM IST)