<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મોરબીના શનાળા ગામ પાસે બનાવાયેલ નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોનો ચક્કાજામ.

અગાઉ જે સ્પીડ બ્રેકર હતા તેવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી રાજકોટ હાઇવે રોડ આવેલ શનાળા ગામ પાસે સ્પીડ બ્રેકર અગાઉ મોટા હતા તેને હટાવીને ત્યાં પ્લાસ્ટિકના નવા નાની સાઈઝના સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા મુકવામાં આવ્યા છે જેના વિરોધમાં ગ્રામજનો દ્વારા સનાળા ગામ પાસે રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અગાઉ જે સ્પીડ બ્રેકર હતા તેવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

 મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ શનાળા ગામ પાસે અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતના બનાવો બનતા હતા જેથી અગાઉથી કોઈપણ નીતિ નિયમ વગરના ઊંચી સાઈઝના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા તેને થોડા સમય પહેલા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાં પ્લાસ્ટિકના નિયમ મુજબના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા જોકે સ્પીડ બ્રેકર હવે નાના હોવાના કારણે બાઇક, સ્કૂટર, કાર, ટ્રક સહિતના વાહન ચાલકો ઓવર સ્પીડમાં પોતાના વાહન લઇને ત્યાંથી પસાર થતા હોય છે જેથી કરીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે જતાં ભક્તો તેમજ શાળા ગામે આવેલ શાળામાં આવતા જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે જેથી કરીને સનાળા ગામના લોકો દ્વારા શુક્રવારે સાંજના 6:30 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને શનાળા ગામે અગાઉ જે રીતના સ્પીડ બ્રેકર હતા તેવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે.

(1:00 AM IST)