News of Saturday, 21st March 2026
મોરબી આર્ટસ કોલેજમાં સીનીયર વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો.
વિદ્યાર્થીનીઓએ ત્રણ વર્ષના કોલેજના પોતાના અનુભવો સંવેદનશીલ હ્રદયે વ્યક્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તા. ૨૦/૦૩/૨૦૨૬ના શુક્રવારે મહિલા ગ્રીવન્સ સેલના ઉપક્રમે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ સેમેસ્ટર ૬ની સિનિયર વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરેલ. કેક કટીંગ સેરેમની દ્વારા સિનિયર વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાડેજા હેત્વીબા, સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, જોષી અંજલી, વીરડા આરતી, બાલાસરા બંસી, રિદ્ધિ, પરમાર સંજના, ધામેચા સોનલ જેવી સેમેસ્ટર ૬ની વિદ્યાર્થીનીઓએ ત્રણ વર્ષના કોલેજના પોતાના અનુભવો સંવેદનશીલ હ્રદયે વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ અધ્યાપક પ્રા. જે. એમ. કાથડ, પ્રા. કે. આર. દંગી, ડો. કવિતાબા ઝાલા, ડૉ. નાજાભાઈ કોડીયાતર અને ડૉ. રેખાબેન કચોરીયાએ પણ વિદ્યાર્થીનીઓ સાથેના પોતાના વર્ગખંડના અનુભવો વ્યક્ત કર્યા તેમજ વિદ્યાર્થીનીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની અંસારી નૂરજહાંએ કર્યું હતું. કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યા હતા.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
