News of Saturday, 21st March 2026
કેશોદ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ફીલ્મી ઢબે ઝડપી લેતી જીલ્લા કાઈમ બ્રાન્ચ
કેશોદ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો રૂા. ૧૨,૩૪,૮૬૦નો મુદામાલ કબજે લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુનાગઢ જીલ્લા કાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે સફેદ કલરની ઈનોવા કોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-બીબાર- ૯૮૭૩ મારફતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જુનાગઢ જીલ્લા કાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સપેકટર ડી કે પટેલ પોલીસ કોન્સ્ટેબલ પળથ્વીરાજસિંહ જશવંતસિંહ રાયજાદા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા, પળથ્વીરાજભાઈ જોરૂભા વાળા, પોલીસ કો્ન્સટેબલ જેઠાભાઈ કોડીયાતર, ભૂપતસિંહ સિસોદીયા, ચેતનસિહ સોલંકી ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બામણીયા મંગલપુર ફાટકે થી મઢડા તરફ જવાના રસ્તે વોચમાં હોય ત્યારે સફેદ કલરની ઈનોવા કોર વ્હીલર કાર આવતી નજરે પડતાં જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રોકવાનો ઈશારો કરતાં રોકવાને બદલે પુરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કરતાં જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્યની ટીમ દ્વારા પીછો કરતાં દીટેક કિલોમીટર દૂર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ત્રણ ચાર ગોથાં મારી જતાં ઉભી રહી હતી ત્યારે અંદર બેઠેલા ઈસમો ફંગોળાઈ બહાર ફેકાઈ ગયા હતાં. જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંથી ત્યારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો વેરણછેરણ થઈ ગઈ હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા ત્યારે બે ઈસમો નાસી છુટયા હતાં. કેશોદ સરકારી દવાખાને ઈજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવેલ ઈસમોની પુછપરછ કરતાં દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતર રહેવાસી કપુરી ગામ તાલુકો ભાણવડ, નયનભાઈ ટપુભાઈ વંશ રહેવાસી બિલેશ્વર ગામ તાલુકો રાણાવાવ અને બાલુભાઈ દાનાભાઈ કોડીયાતર રહેવાસી બિલેશ્વર ગામ તાલુકો રાણાવાવ જણાવ્યું હતું ત્યારે ખાસી ગયેલા ઈસમો નું પુછપરછ કરતા પરેશભાઈ દાનાભાઈ કોડીયાતર રહેવાસી ગંડીયાવાળા નેસ તાલુકો રાણાવાવ અને કરસનભાઈ દાનાભાઈ કોડીયાતર રહેવાસી ગંડીયાવાળા નેસ તાલુકો રાણાવાવ જણાવ્યું હતું.
જુનાગઢ જીલ્લા કાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વેરવિખેર પડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો એકઠી કરી સફેદ કલરની ઈનોવા ફોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-બીઆર- ૯૮૭૩ કિમંત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- વિદેશી દારૂની બોટલો નંગ ૯૭૫ કિંમત રૂપિયા ૨,૧૪,૮૬૦/- અને મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૧૨,૩૪,૮૬૦ નો મુદામાલ કબજે કરી પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કોની પાસેથી લઈ કોને આપવા જતાં હતાં એ બાબતે કોઈ માહિતી જાણવા મળી નથી. જુનાગઢ જીલ્લા કાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કેશોદ પોલીસ ને ઉઘતી રાખી સફળ રેડ કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
