News of Saturday, 21st March 2026
ઉપલેટામાં જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ઇમરાન કાદરી રાજકોટ જિલ્લામાંથી હદપાર

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા ૨૧: રાજકોટ રેન્જના પોલીસમાં નિરીક્ષક નિરલિપ્ત રાય અને જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય શ્રી ગુર્જર ની દારૂ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવાની સૂચના થી ધોરાજી વિભાગીય પોલીસ વડા સીમરન ભારદ્વાજ તથા ઉપલેટા પીઆઇ બી આર પટેલ જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉપલેટા ના પાટણવાવ રોડ ઉપર રહેતા ઇમરાન ઉર્ફે મોંઘુ બાપુ મોહમ્મદ હનીફ કાદરી વિરુદ્ધ ધોરાજી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબની કચેરીમાં હદ પાર માટેની દરખાસ્ત કરતા ત્યાં દરખાસ્ત મંજૂર કરી ઇમરાન કાદરીને રાજકોટ જિલ્લામાંથી હદ પાર કરેલ છે આ કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટાફના ધર્મચંદ કટોચ પંકજાસિહ જાડેજા હરેશભાઈ જાંબુકિયા કૌશિકભાઇ જોશી ચંદ્રકાંતભાઈ રોજાસરા મિતુલભાઈ ઘરેજા તથા રાહુલભાઈ વાજા સાથે રહ્યા હતા. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
