<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ખુંટીયાએ ઢીંકે ચડાવ્‍યા બાદ કૂતરાએ બટકા ભર્યા

બગસરાના નવા વાઘણીયા ગામમાં બનાવ : મોઢા પર લોહી નીકળ્‍યું હોઇ કૂતરો તૂટી પડયોઃ ઇશ્વરભાઇને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા

 

રાજકોટ તા. ૨૧: બગસરાના નવા વાઘણીયા ગામે રહેતાં ઇશ્વરભાઇ નરસીભાઇ બાજક (ઉ.વ.૩૮) ગઇકાલે બપોરે ઘર બહાર બેઠા હતાં ત્‍યારે બાખડતાં ખુંટીયાની ઢીંકે ચડી જતાં મોઢા-શરીરે ઇજા થઇ હતી. આ કારણે મોઢા પર લોહી નીકળ્‍યા હતાં. આ બનાવ વખતે આસપાસ કોઇ ન હોઇ થોડીવાર માટે ઇશ્વરભાઇ લોહીલુહાણ હાલતમાં પડી રહ્યા હતાં. તે વખતે કૂતરાએ પણ મોઢા પર લોહી જોઇ બટકુ ભરી લીધું હતું. યુવાનને બગસરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બગસરા પોલીસને જાણ કરી હતી. ઇશ્વરભાઇ પરિવારનો એક જ આધાર છે, તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે છુટક મજૂરી કરી ગુરજાન ચલાવે છે.

(1:13 PM IST)