તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Saturday, 21st March 2026
ભત્રીજાને છરી શું કામ બતાવી? તેવું પુછવા જતાં રૂકમુદ્દીનભાઇ પર હુમલો
વાંકાનેરના ભરવાડ વાસમાં તન્વીરે છરી ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

રાજકોટ તા. ૨૧: વાંકાનેરના દીઘલીયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રૂકમુદ્દીનભાઇ હુશેનભાઇ સેરસીયા (ઉ.વ.૩૮)ને સાંજે સાડા છએક વાગ્યે ભરવાડવાસમાં હતાં ત્યારે તન્વીર ખલીફાએ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
રૂકમુદ્દીનભાઇએ કહ્યું હતું કે બપોરે મારા ભત્રીજા સોહિલને ગામના જ તન્વીરે કારણ વગર છરી બતાવી ડરાવ્યો હતો અને માથાકુટ કરી હતી. મને જાણ થતાં હું સાંજે તેને આ બાબતે પુછવા જતાં મારા પર છરીથી તૂટી પડયો હતો. વાંકાનેર તાલુકા પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
