<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ચોટીલાના મઘરીખડા પાસે અકસ્‍માતમાં વધુ એક મૃત્‍યુઃ કુલ મૃત્‍યુઆંક ૩ થયો

અમદાવાદના હર્ષદભાઇ સૂર્યવંશીએ રાજકોટમાં દમ તોડયોઃ ડીજે ઓપરેટર તરીકે કામ કરતાં હતાં: મિત્ર સાથે માતાજીના દર્શન કરી પરત જતી વખતે બનાવઃ પરિવારજનોમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૨૧: ચોટીલા નજીક મઘરીખડા પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગઇકાલે સવારે એક ગમખ્‍વાર અકસ્‍મતા સર્જાયો હતો. જેમાં બે લોકોના મૃત્‍યુ થયા હતાં. અમદાવાદના એક યુવાનનુ઼ રાજકોટમાં મૃત્‍યુ થતાં મૃત્‍યુઆંક ત્રણ થયો છે. આ મૃતક યુવાન ડીજે ઓપરેટર તરીકે કામ કરતો હતો. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્‍વિફ્‌ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્‍ચે થયેલી ભયંકર ટક્કર થતાં બે વ્‍યક્‍તિઓના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્‍યાં હતાં. ઘાયલ થયેલા વધુ એક યુવાનનું મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ અમદાવાદના સૈજપુર, રામોલ વિસ્‍તારનો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્‍યારે ચોટીલા પાસે ઉભેલા એક ટ્રકની પાછળ પીકઅપ વાન અને તેની પાછળ પૂરઝડપે આવી રહેલી સ્‍વિફ્‌ટ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્‍માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્‍થાનિક લોકો તાત્‍કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્‍યા હતા. આ દુર્ઘટનામાં ઠાકોર પરિવારના બે સભ્‍યોએ જીવ ગુમાવ્‍યા હતાં. જેમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૨૮) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. ૧૬)નો સમાવેશ થતો હતો.

 જ્‍યારે અન્‍ય ત્રણ સભ્‍યો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા હોઇ જેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. ઈજાગ્રસ્‍તોમાં કલ્‍પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. ૨૯), હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩૦) અને દિવ્‍યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩)નો સમાવશે થતો હતો. દરમિયાન હર્ષદભાઇ ભરતભાઇ સૂર્યવંશી (ઉ.વ.૩૪-રહે. રામોલ)નું સરાજકોટમાં મૃત્‍યુ થયું છે. હર્ષદભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજો અને પરિણીત હતો. તે ડીજે ઓપરેટર તરીકે કામ કરતો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:46 AM IST)